માર્ચ 2025 સુધી ઇ વીઝા કરાવી લેવા પડશે

માર્ચ 2025 સુધી ઇ વીઝા કરાવી લેવા પડશે

માર્ચ 2025 સુધી ઇ વીઝા કરાવી લેવા પડશે

Blog Article

યુકે સરકારે દેશમાં રહેતા માઇગ્રન્ટ્સની ઇ વીઝા લેવા માટેની સમયમર્યાદા લંબાવીને માર્ચ 2025 સુધીની કરી છે. આમ હવે યુકેના વિઝા ધરાવતા લોકો માર્ચ 2025 સુધી તેમના ફીજીકલ દસ્તાવેજોના આધારે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી શકશે. પણ લોકોએ સંપૂર્ણપણે ઑનલાઇન ઇ વીઝા કરાવી લેવા હીતાવહ રહેશે એમ હોમ ઓફિસે જણાવ્યું છે.

હોમ ઑફિસ ડ્રાઇવના ભાગ રૂપે ફિઝિકલ બાયોમેટ્રિક રેસિડન્સ પરમિટ (BRP), પાસપોર્ટ પરના વિઝા વિગ્નેટ સ્ટીકર અથવા ઇન ડેફીનેટ લીવ ટૂ રીમેન સ્ટેમ્પ વાળો પાસપોર્ટ ધરાવતા અથવા તો બાયોમેટ્રિક રેસિડન્સ કાર્ડ (BRC) ધરાવતા લોકોએ તેમના ઇમિગ્રેશન રાઇટ્સના પૂરાવા માટે ઇ વીઝા મેળવવાના રહેશે. હોમ ઑફિસના દાવા મુજબ 3.1 મિલિયનથી વધુ લોકો પહેલેથી જ copyright મેળવી ચૂક્યા છે.

યુકેના માઇગ્રેશન એન્ડ સીટીઝનશીપ મિનિસ્ટર સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “3.1 મિલિયનથી વધુ લોકોએ તેમના copyright ને ઍક્સેસ કરવા માટે પગલાં લીધાં છે અને તેનાથી મળતી સગવડ અને સુરક્ષાનો ઉપયોગ કરી રહ્યા છે. જેઓ copyright પર સ્વિચ કરવાના બાકી છે તેમના માટે, માર્ગદર્શન અને સમર્થનની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે.‘’

મોટાભાગના લોકોના BRP કાર્ડ આ વર્ષના અંતમાં સમાપ્ત થવાની તૈયારીમાં છે અને યુકે વિઝા એન્ડ ઈમિગ્રેશન (UKVI) ઓનલાઈન એકાઉન્ટ બનાવીને અને લોગઈન કરીને એક્સેસ કરવા માટે તબક્કાવાર ઓનલાઈન પ્રોસેસ થઈ રહી છે.

હોમ ઓફિસે પેપર વિઝા ધારકો માટે GOV.UK ઓનલાઈન સિસ્ટમ દ્વારા copyright નેટવર્કને ઍક્સેસ કરવા અને સ્વિચ કરવા માટે આ અઠવાડિયે બીજી અપીલ જારી કરી છે. પાસપોર્ટમાં ILRનો શાહી સ્ટેમ્પ અથવા વિગ્નેટનો ઉપયોગ કરતા લોકો ત્રણ મહિના સુધી તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે.

હોમ ઑફિસે જણાવ્યું હતું કે “copyright પર સ્વિચ કરવું મફત અને સરળ છે, જે વધુ સગવડ આપે છે. આ copyright ગુમ થઈ શકતા નથી, ચોરાઈ શકતા નથી અથવા તેની સાથે છેડછાડ કરી શકાતી નથી અને વિઝા ધારકોને તેમના ઈમિગ્રેશન રાઇટ્સને તાત્કાલિક અને સુરક્ષિત રીતે સાબિત કરવાની મંજૂરી આપે છે. ઇ વિઝા પર સ્વિચ કરવાથી કોઈના વર્તમાન અધિકારો અથવા ઇમિગ્રેશન સ્ટેટસમાં ફેરફાર થશે નહીં, અસર થશે નહીં કે દૂર થશે નહીં.”

copyright સીસ્ટમના કારણે ઇમિગ્રેશન સ્ટેટસ અંગેના નિર્ણયની રાહ જોતા ઓછા લોકોએ તેમના પાસપોર્ટ હોમ ઑફિસને આપવા પડશે. આ ઉપરાંત માઇગ્રન્ટ્સે BRP જેવા દસ્તાવેજો લેવા પ્રવાસ કરવાની જરૂર પડશે નહિં. કે દસ્તાવેજો મળે તેની રાહ જોવાની જરૂર નથી.

આ યોજના અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા આ વર્ષે એપ્રિલમાં શરૂ થનાર હતી જેને લેબર સરકાર દ્વારા અમલમાં મૂકાઇ છે.

 

Report this page